Community Information
-
Wrote this poem as a task for my class. Please share your reviews
કડકડટી ઠંડી માં તાપ ખાવા હું આયો હતો મારા વિચારોની ક્ષમતાને માપવા હું આયો હતો વિચારોના ભૂલ ભૂલૈયમાં રહ્યો હતો હું ફરી ત્યારે આવી એ કિરણોને મારી બગલમાં ગલી કરી ત્રાસી આ ગુસ્તાખીથી ચેતવણી આપી મે સૂરજને કેમ કરે છે હેરાન મને, સમજે છે શું તું ખુદને ભલે ચમકતો હોય તું આ માપ વગરના આભમાં ભલે આ કિરણો તારી પુરે છે પ્રાણ પાકમાં નહિ ડરુ હું મનમાં તારા આ તીક્ષ્ણ કિરણોથી બચિશ કઈ રીતે તું મારા આ કઠણ વેણોથી વાદળની એક ઢાલ પકડી સૂરજે માફી મારી માંગી મારા મુખ પર મૂંઝવણ જોઈ એ મૂંઝવણ ની યાદી માંગી ડાળખી ને પાન ઉપાડી, યાદી મે લખવા માંડી પવનના સહારે એને મે સૂરજ પાસે પોહોચાડી વાંચીને પ્રશ્નો મારા, દાદાના મુખ પર સ્મિત ઝર્યું એ ધોળી મૂછો માંથી અનુભવોનું ગીત સર્યું કીધું એણે મને કે સંભાળ, ઉત્તર તારા ધ્યાનથી ધારદાર તલવાર જેમ નીકળી બાહરે મ્યાનથી ભલે તું માને છે જીવનને એકલતાનું અંધારું યાદ રાખ કે નિશીથ પછી જ આવે છે અજવાળું હું પણ જોને આ આકાશમાં એકલો જ આવું છું પણ મારી સાથે દુનિયા માં પ્રકાશ બધેય વાવું છું સફળતા કે નિષ્ફળતા ની ચિંતા બધી ત્યજી દે તું માન અને અપમાન ની વ્યથા બધી ત્યજી દે તું નિરાશા ને કંટાળાને આજે તું કાઢીને ફેક જગત સંબંધી વિષય મોહને આજે તું કાઢીને ફેંક નિત્ય તારા પ્રયત્નોથી તું આપ ચુનૌતી ભાગ્યને તો તને મળશે સર્વે, તું જે જોઈએ તે માંગ્યને કરીને જો તું આ બધું તારી મનની વ્યથા માટે તૈયાર પણ થઈ જા તું ખુદની સાથે લડવા માટે યાદ રાખ કે આ જીવનનું લક્ષ્ય તારું શું છે યાદ રાખ કે તારે જગત માં અજવાળું પાથરવું છે બની જોને તું પણ આજેં અચળ સ્વભાવે મુજ જેવો તો તું ખીલી શકીશ બગીચાના એ સુંદર ગુલ જેવો ભોરનાં એ કોકિલ કલશોર જેવો થઇ શકીશ સાંજની એ સુંદર લાલિમા જેવો તું બની શકીશ બની શકીશ તું એ વ્યક્તિ જે ઈશ્વર તુને ચાહે છે બની શકીશ તું એ માનવ જેને વિશ્વ પુકારે છે અનુભવોની આ ગાથા માં એવો હું ખોવાઈ ગયો કે મને ન ભાન રહ્યું એ સૂરજ ક્યારે સંતાય ગયો એકલતા ને નિરાશા ની ઠંડી મારી દૂર થઈ જ્ઞાનના એ તાપે મારા મનની ચિંતા ચૂર થઇ કિરણોની એ ગલી ને યાદ કરી હું હસી પડ્યો જીવનની એ મજા લેવાં હું પાછો ધસી પડ્યો કડકડટી ઠંડી માં હું ખુદને તાપી જતો રહ્યો મારા વિચારોની ક્ષમતાને માપી ને જતો રહ્યો રાત્રે ૯:૩૪ વાગ્યે ૦૬/૦૧/૨૦૨૫ સોમવાર3
© 2025 Indiareply.com. All rights reserved.